Sunday, April 25, 2010

દુનિયાભરની જાણકારી હોય અને જો પોતાની જાતને ન જાણી શકાઇ હોય તો સમજી લેવું કે આપણે અજ્ઞાની છીએ.

speak with loveસામાન્ય રીતે આપણે જે વાંચીએ છીએ તેની સરખામણીમાં આપણે જે સાંભળીએ છીએ તે વધારે યાદ રહે છે. આપણે જે કહીએ છીએ-બોલીએ છીએ ક્યાંક ને ક્યાંક તે ઊંડો પ્રભાવ પાડે છે. હંમેશા એ ધ્યાનમાં રાખવું જોઇએ કે આપણા મુખમાંથી નીકળેલા શબ્દો ક્યારેય પાછા નથી આવતા. જ્યારે પણ બોલો પ્રેમથી, વિનમ્રતાથી બોલો. જેનાથી આપ વિવાદોથી બચશો સાથે-સાથે લોકપ્રિય પણ થશો.



ઊર્જા અને સમય બંનેને નષ્ટ કરવા પાછળનું એક કારણ વાદ-વિવાદ પણ હોય છે. જે લોકો વાદ-વિવાદથી બચીને રહે છે તેઓ જીવનમાં વધારે સુખ-શાંતિ મેળવે છે. દ્વેષ-દ્રષ્ટિથી પોતાની જાતને મુક્ત કરો. ઉદાસીનાચાર્ય શ્રીચન્દ્રએ ઉપદેશ આપ્યો છે તેને ‘માત્રા વાણી’ કહેવામાં આવ્યો છે. અત્યંત પ્રતિકાત્મક શબ્દ છે આ માત્રા વાણી. મા નો અર્થ છે માયા અને ત્રાનો સાંકેતિક અર્થ છે ત્રાણ એટલે કે રક્ષા, માયાથી રક્ષા.



ભક્તોની યાત્રામાં માયા બાધા બનીને આડે આવે છે. સાવ સાધારણ શબ્દોમાં કહેવું હોય તો માયાને જાદુ કહી શકાય. જાદુ એટલે જે છે નથી તે દેખાવું, ભ્રમજાળ. માયાના ચક્કરમાંથી મોટી મોટી હસ્તીઓ પણ બચી શકતી નથી. માટે જ શ્રીચન્દ્રજીએ પોતાના ઉપદેશોને નામ આપ્યું માત્રા વાણી. માત્રાને અલંકાર પણ કહેવામાં આવ્યો છે. શબ્દોના અલંકાર, મનુષ્યની સજાવટના તમામ ઘરેણા-આભૂષણો ઉતરી શકે છે પણ વાણીનું આભૂષણ હંમેશા રહે છે. માત્રા વાણી, તે શબ્દ શૃંગાર બની જાય છે જેનાથી સમગ્ર જીવન સૌંદર્ય પામી શકે છે. માત્રા વાણીમાં શ્રીચન્દ્ર એક સ્થળે કહે છે કે ‘નર્વૈર સંધ્યા દર્શન છાપા, વાદ વિવાદ મિયાવો આપા.’ ભક્ત બનીને રહો, નિર્વૈર રહો એટલે કે કોઇની સાથે દુશ્મનાવટ ન રાખો અને પોતાના તમામ વાદ-વિવાદોનો નાશ કરો. વિવાદ શા માટે થાય છે? એક જ કારણ છે, અજ્ઞાન. સહુથી મોટું અજ્ઞાન છે પોતાની જાતના મૂળને ભૂલી જવું. દુનિયાભરની જાણકારી હોય અને જો પોતાની જાતને ન જાણી શકાઇ હોય તો સમજી લેવું કે આપણે અજ્ઞાની છીએ.

Pt.Vijayshankar Mehta


No comments:

Post a Comment